વાંકાનેર: પડેલા ભારે વરસાદને કારણે વાંકાનેર તાલુકાના હજુ પણ રોડ બંધ છે. જેને લીધે જિલ્લાના અનેક રૂટ ઉપર વાહન વ્યવહારને અસર પહોંચી છે. બીજી તરફ આ બંધ રોડ શરૂ કરવા તંત્ર દ્વારા પણ મથામણ કરવામાં આવી રહી છે.





માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના 2 રોડ બંધ છે, જેમાં (1) વાંકાનેર- અમરસર -મીતાણા રોડ અને (2) વાંકાનેર – બાયપાસ રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના (1) મહિકા – કાનપર રોડ (2) જાલી દેરાળા -રાજસ્થળી રોડ અને (3) વાંકાનેરનો પાંચદ્વારકાથી પ્રતાપગઢ રોડ તથા ટંકારા તાલુકાના (1) ટંકારા- અમરાપર ટોળ રોડ (2) સ્ટેટ હાઇવેથી બંગાવડી રોડ (3) નેસડા (ખા.) ઘુનાડા (ખા.) રોડ અને ટંકારાનો સ્ટેટ હાઇવેથી જીવાપર રોડ બંધ છે.
