કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

૫ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકામાં ત્રણ રોડ બનશે

ઘીયાવડ- ખીજડીયા, માટેલ- જામસર વડુસર અને વીઠલપર એપ્રોચ રોડ મંજૂર

વાંકાનેર: વાંકાનેર તાલુકાનાં જુદાજુદા વિસ્તારના ત્રણ રોડને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપીને મંજૂર કરવામાં આવેલ છે અને ચોમાસા પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે તેના વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના વાંકાનેર ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ હેઠળ વિવિધ ત્રણ રોડના કામની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

જે પૈકી ૮૦ લાખના ખર્ચે ઘીયાવડથી ખીજડીયા એપ્રોચ રોડ, ૨૫૦ લાખના ખર્ચે માટેલ જામસર વડુસર રોડ અને ૧૭૦ લાખના ખર્ચે વીઠલપર એપ્રોચ રોડ મંજૂર કરવામાં આવેલ છે અને તેની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેની હવે સ્થાનિક અધિકારી દ્વારા આગળની કામગીરી કરવામાં આવશે.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!