કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ

સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ

શિક્ષિકા સતત ગેરહાજર રહે છે

વાંકાનેર તાલુકામાં સતત ગેરહાજર રહેતા એક શિક્ષિકાને ત્રણ નોટિસ આપી હોવા છતા પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ છેલ્લું અલ્ટીમેટમ આપીને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ જારી કર્યો છે.

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની વાંકાનેરની સરધારકા તાલુકા શાળામાં બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહેતા શિક્ષિકા દેસાઈ ગાર્ગીબેન માંડણભાઈને ત્રણ કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી તેઓનો કોઈ પ્રત્યુતર મળેલ નથી. જેથી પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આખરી નોટીસ પાઠવી શિક્ષકને 10 દિવસમાં પોતાની અનિયમિતતા અંગે રૂબરૂમાં ખુલાસો રજુ કરવા જણાવવામાં આવ્યું છે. જો આમ કરવામાં ચૂક થશે તો શિક્ષક કંઈ પણ કહેવા માંગતા નથી. તેમ માની ગુજરાત રાજ્ય સેવા (સેવા અને અપીલ) નિયમો-૧૯૯૭ અને ગુજરાત રાજ્ય સેવા(વર્તણુંક) નિયમો-૧૯૯૮ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સેવાની સમાપ્તિ (અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ જણાવાયુ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!