ઊંચાઇ ઉપરથી નીચે પડતાં ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામમાં વાડીમાં જઇને કોઇ કારણસર ઝેરી દવા પી લેનાર યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રક્ષાબંધનના બીજા દિવસે યુવકનું મોત થતાં ત્રણ બહેને એકનોએક ભાઇ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા 22 વર્ષીય વિશાલ કાળુભાઈ મારુએ ગત 2 ઓગસ્ટના રોજ પોતાની વાડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જે બાદ ગંભીર હાલતમાં વિશાલને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

નોંધનીય છે કે, મૃતક વિશાલના આઠ મહિના પહેલા જ લગ્ન થયા હતા.બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા વિશાલે શા માટે આ પગલું ભર્યું તે દિશામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

યુવાન સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર એબૂમ ટાઇલ્સ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતો રામકૃષ્ણ રામદાસ રાય (૨૪) નામનો યુવાન રાત્રિના સાડા આઠ વાગ્યે લેબર ક્વાર્ટરની કોલોનીમાં હતો ત્યારે ઊંચાઇ ઉપરથી નીચે પડતાં તેને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
