ગેસ લીકેજથી દાઝેલા શ્રમિકનું મૃત્યુ: પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર : રેલવે સ્ટેશનમાં ત્રણ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં હવેથી ટ્રેન નં.12905 પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નં.22905 ઓખા શાલીમાર શપર ફાસ્ટ એક્સપ્રેસ અને 12949 પોરબંદર સાંત્રાગાંચી કવીગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ વાંકાનેર સ્ટેશન ખાતે ઉભી રહેશે.
માટેલમાં ગેસ લીકેજથી દાઝેલા શ્રમિકનું મૃત્યુ
વાંકાનેર : તાલુકાના માટેલ ગામે આવેલ ક્રેવીટા (ક્રેસ્ટોના) સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં ગત તા.9ના રોજ ગેસ લીકેજ બાદ આગ લાગતા પાંચ શ્રમિક દાઝી જતા બે શ્રમિકને વાંકાનેર અને ત્રણ શ્રમિકને રાજકોટ સારવારમાં દાખલ કરવામા આવ્યા હતા જે પૈકી મધ્યપ્રદેશના વતની આશિષ પ્રેમલાલ બંજારા ઉ.20 નામના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ સ્ટેશનેથી
સર્પકારે વાહન ચલાવતા:
નવા ઢુવા સ્કૂલ પાછળ રહેતા વિપુલ જોગાભાઇ જોગરાજીયા હીરો સ્પેલન્ડર મોટર સાયકલ કેફી પ્રવાહી પી ને ચલાવતા કબ્જે
દારૂ સાથે:
(1) તીથવાના રમીબેન પ્રેમજીભાઈ જખાણીયા અને (2) કાશીપરના રૂપા સુખાભાઈ ધોરીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
શક્તિપરા હસનપરના તીનપટ્ટો પીરીયાસામી આદિત્યરાવલ પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) માટેલના અશોક છગનભાઇ ચાવડા (2) જાલસીકાના રતા મોમભાઇ કાટોડિયા (3) વાંકાનેર ગાયત્રી મંદિર સામે રહેતા વિશાલ રાજુભાઈ સલાટ અને (4) ખીજડિયાના ધર્મેશ લીંબાભાઈ ફાંગલીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી