ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ખનીજ ચોરી મામલે 7.50 લાખનો દંડ
રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે મોરબી જિલ્લામાં સપાટો બોલાવી સ્થાનિક ખાણખનીજ વિભાગને ઊંઘતો રાખી વાંકાનેર તાલુકાના મેસરીયા નજીકથી સિલિકા ભરેલા ત્રણ ટ્રક ઝડપી લઈ ખનીજ ચોરી મામલે દંડનીય કાર્યવાહી કરી હતી.



રાજકોટ ખાણખનીજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વોડ વિભાગના અધિકારી અંકિત ભટ્ટના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર નજીક પ્લાન્ટમાં તૈયાર થતી સિલિકા પ્રકારની રેતીની ખનીજ ચોરી થતી હોવાની બાતમીને આધારે દરોડો પાડી ખનીજ ચોરી કરતા ત્રણ ટ્રક ને ઝડપી લેવામાં આવ્યા હતા અને ખનીજ ચોરી સબબ ત્રણેય ટ્રક ચાલકોને રૂપિયા 7.50 લાખનો દંડ ફટકારી વસુલાતની કામગીરી હાથ ધરી હતી.
