બાઉન્ડરી પાસે, પંચાસીયા અને સરતાનપર ગામ પાસેથી આરોપી પકડાયા
વાંકાનેર: બાઉન્ડરી પાસે આરોપી કેશુભાઇ ગોંવિંદભાઇ માંડાણી ડ્રાઇવર વિજય હોટલની બાજુમા, કાચા રસ્તા પર રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. બીજા બનાવમાં પંચાસીયા ગામે આરોપી સુરેશભાઇ માનસંગભાઇ કોઢીયા દેવીપુજક વાસમાં રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. સરતાનપર ગામ પાસે આરોપી ઇશ્વર ઉર્ફે કીશોર અશોકભાઇ વેકરીયા લેન્ડ ગ્રેસ સીરામીક પાસે રોડ પર રૂપિયા ૩૦૦ની કિમતના ૧૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.