વાંકાનેર: શહેર અને તાલુકામાં વરલી જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે આરોપીઓની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી…
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના મીલ પ્લોટ ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (40) રહે. ડબલ ચાલી મિલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી 10,370 ની રોકડ કબજે કરી હતી બીજી જુગારની રેડ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં રામદેવ હોટલની પાછળમાં જાહેરમાં વરલીના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં કરી હતી
ત્યારે સ્થળ ઉપરથી લક્ષ્મણભાઈ રાજુભાઈ સારદિયા (20) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 540 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે સેંસો ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દશરથભાઈ તલાભાઈ સનુરા (26) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 560 ની રોકડ કબજે કરી હતી…