વાંકાનેર : રસ્તે રઝળતા ઢોરની સમસ્યા અનહદ વકરી છે ત્યારે વાંકાનેરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો અહીંની મુખ્ય બજારમા બેન્ક ઓફ ઇન્ડિયાએ ખૂંટિયા એટીએમ શરૂ કર્યું હોય તેવી સ્થિતિમાં લોકોને નાણાં સાથે ઢીક ફ્રી મા મળે તેવી વ્યવસ્થા ગોઠવાતા લોકો એટીએમમા રૂપિયા કાઢવા જતા ડરનો અહેસાસ કરી રહ્યા છે.
વાંકાનેર શહેરમાં રસ્તે રઝળતા ખૂંટિયાઓએ હવે બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ કબ્જે કરી લીધાના દ્રશ્યો સામે આવ્યા છે, વાંકાનેરના જીનપરા મેઈન રોડ ઉપરના આ દ્રશ્યો કાયમી બન્યા છે અને બેંકે જાણે ખૂંટિયા એટીએમ શરૂ કર્યું હોય તેમ એટીએમ મશીનમાં કાર્ડ નાખવા જતા એટીએમમાંથી બે ત્રણ ખૂંટિયા નીકળી પડે તેવી હાલત થતા લોકો એટીએમમા જતા ડર અનુભવી રહ્યા છે, આ અગાઉ પણ અહીં બેથી ત્રણ વખત ખુટિયાઓએ એટીએમના દરવાજા તોડી નાંખયાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે બેન્ક કાગળ ઉપર સિક્યુરિટી ગાર્ડ રાખવાને બદલે એટીએમ સેન્ટર ઉપર સિક્યુરિટી બેસાડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.