સણોસરામાં કરા પડયા
વાંકાનેરમાં પવન સાથે જોરદાર વરસાદ શરુ: લાઈટ ગઈ:લોકો ઘરમાં પૂરાયા
વાંકાનેર: આજ રવિવારની વહેલી સવારે વાંકાનેર પંથકના અમુક વિસ્તારમાં સારા એવા છાંટા પડ્યા છે. જ્યારે સવારના 7:15 વાગ્યાની આસપાસ મેહુલિયાએ કટાણે ગાજવાનું પણ શરૂ કર્યું હતું….
આ કમોસમી છાંટા બધી જ જગ્યાએ નથી કોઈ જગ્યાએ છે તો કોઈ જગ્યાએ નથી આ છાંટા પડવાથી અને ગાજવાની શરૂઆત થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે કેમકે શિયાળુ પાકના વાવેતર થઈ ચૂક્યા છે અને પશુઓનો ચારો હજુ બહાર છે ત્યારે આ છાંટા કે વરસાદના કારણે પાક અને પશુનો ચારો બગડવાની ભિતી રહેલી છે. કપાસ તો પહેલેથી જ બગડી ગયો છે અને 50% જેવો કપાસનું ઉત્પાદન થયુ છે. ત્યારે શિયાળુ પાક ઉપર ખેડૂતોને ખૂબ આશાઓ છે એ પણ આ કમોસમી વરસાદના કારણે માઠી અસર થશે…
આ શનિ રવિમાં ઘણા બધા લગ્નનું આયોજન છે તેમજ છાંટા પડવાથી અને જો વરસાદ આવે તો આ લગ્ન પ્રસંગમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થશે ત્યારે જેમના ઘરે આવા શુભ પ્રસંગો છે તે આજ સાંજ સુધી જાળવી જાય તેવી મનોમન પ્રાર્થના દુઆ કરતા થઈ ગયા છે…
દરમ્યાનમાં સણોસરાથી રજાકભાઈ શેરસીયાએ ત્યાં કરા પડયાનો વિડિઓ પણ મોકલેલ છે. એમનું કહેવું છે કે અત્યારે વરસાદ ચાલુ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો