ગઈ કાલે રવિવારના રોજ રામ કોમ્પ્લેક્ષ, પુલ દરવાજા ખાતે ભાજપની વિશાળ ટિફિન બેઠક મળી હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની સુચના અનુસાર વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ગઈ કાલે તારીખ 4/6/2023 ને રવિવારના રોજ રામ કોમ્પ્લેક્ષ, પુલ દરવાજા ખાતે વિશાળ ટિફિન બેઠકનું આયોજન થયેલ હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ટિફિન બેઠક દ્રારા જનસંપર્ક અભિયાનને જોરદાર વેગ મળ્યો હતો.
સૌજન્ય: જય દ્વારકાધિશ લચ્છી, વાંકાનેર.