કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તિખારો : કૌટુંબિકની દીકરી સાથે પ્રેમસબંધ હોય ઘર પાસે આંટા મારતા શખ્સને ઠપકો આપતા યુવાનને માર માર્યો

બે પરિવારના ઝઘડામાં વચ્ચે પડેલી મહિલાઓને પણ માર પડયો

કેરાળાના વેકરીયા કુટુંબના ત્રણને ઇજા થઈ, રાજાવડલાના ગમારા પરિવારના ત્રણ આરોપીની ધરપકડ

વાંકાનેર નજીકના કેરાળા ગામે રહેતા યુવાનના કૌટુંબીક ભાઈની દીકરી સાથે જે શખ્સને પ્રેમસંબંધ હતો અને તે તેઓના ઘર પાસે આંટા ફેરા કરતો હોવાથી તેને ઠપકો આપ્યો હતો, જે બાબતનો ખાર રાખીને રાજાવડલા ગામે રહેતા ચાર શખ્સો તેઓના ઘરે આવ્યા હતા; ત્યારે યુવાન અને તેના બે ભાભીને લાકડી વડે અને મૂઢમાર મારવામાં આવ્યો હતો. ઈજા પામેલ ત્રણેય વ્યકિત્તને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ કેરાળામાં રહેતા વનરાજભાઈ કરસનભાઈ વેકરીયા જાતે કોળી (૩૨) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પરબતભાઈ નારણભાઈ ગમારા, વિજયભાઈ કમશીભાઈ ગમારા, રવિભાઈ સામતભાઈ ગમારા અને ભરતભાઈ ગોવિંદભાઈ ગમારા રહે. બધા રાજાવડલા (તાલુકો વાંકાનેર)ની સામે ફરિયાદ નોંધાવી છે ,જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના કુટુંબિક ભાઈ મંગાભાઈ નરસીભાઈ વેકરીયાની દીકરીના પરિચયમાં રાજાવડલા ગામે રહેતો મનીષભાઈ સામતભાઈ ગમારા નામનો શખ્સ હતો અને પ્રેમસંબંધ હોય તે તેના ઘર પાસે આંટાફેરા મારતો હતો, જેથી તેને ઘર પાસે આંટાફેરા નહીં કરવા બાબતે ઠપકો આપ્યો હતો. ત્યારે તે બોલાચાલી કરીને ત્યાંથી જતો રહ્યો હતો. 

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

ત્યારબાદ પરબતભાઈ ગમારા, વિજયભાઈ ગમારા, રવિભાઈ ગમારા અને ભરતભાઈ ગમારા તેઓના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે ફરિયાદી યુવાને કહ્યું હતું કે, અહીંયા શા માટે આવો છો તેવું પૂછતા તેણે “મનીષને શું કરવાને ઠપકો આપ્યો હતો” તેમ કહીને બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા, જેથી ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ ફરિયાદી વનરાજભાઈ વેકરીયાને ઢીકા પાટોનો માર માર્યો હતો. તેઓને બચાવવા માટે થઈને તેના ભાભી કનુબેન ધીરુભાઈ વેકરીયા અને મુકત્તાબેન મંગાભાઈ વેકરીયા વચ્ચે પડ્યા હતા, જેથી આ શખ્સોએ કનુબેન વેકરીયાને હાથમાં લાકડી ફટકારી હતી માટે વનરાજભાઈ અને કનુબેનને ઇજાઓ થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. સારવાર લીધા બાદ ભોગ બનેલા વનરાજભાઈ વેકરીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રાજાવડલા ગામે રહેતા ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. 

આ ગુનામાં પોલીસે રાજાવડલાના વિજય કમશીભાઇ ગમારા, રવિ સામતભાઈ ગમારા અને ભરતભાઈ ગોવિંદભાઈ ગમારાની ધરપકડ કરેલ છે અને પરબત નારણભાઈ ગમારાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!