બિભત્સ વિડિઓ ઉતાર્યો: ફરિયાદ થતા ભાવનગર પોલીસે તપાસ ચાલુ કરી

વાંકાનેરના ભલગામનો સંજય નામનો શખ્સ ભાવનગરમાં હનીટ્રેપનો શિકાર બન્યો છે. મિડિયા અને ટીવી અહેવાલો મુજબ ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થતા ડીવાયએસપી આર. આર. સિંઘલે તપાસ ચાલુ કરી છે. વ્યાપાર અર્થે ભલગામ રહેતા સઁજયભાઈને ભાવનગર જવાનું અવારનવાર થતું હતું. ત્યાં દિવ્યા નામની મહિલા સાથે તેનો પરિચય થયો હતો. આ મહિલાએ વેપારીનો વિશ્વાસ મેળવી લીધા બાદપોતાના ઘરે બોલાવ્યો હતો.
ઘરમાં કપડાં કાઢી બિભત્સ હાલતમાં યુવતી થઈ હતી. ત્યારે ઘરમાં સીસીટીવી કેમેરો હોવાની સંજયને ખબર નહીં. એમનો વિડિઓ રેકોર્ડિંગ થઇ ગયો હતો. આ રેકોર્ડિંગ દિવ્યાના સાથી ભરત ઉર્ફે ભોલુ નામના યુવાને સંજયને મોકલી રૂપિયા અઢી કરોડની માંગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ દિવ્યા એન્ડ ભરત પતિ પત્ની નહોતા, પણ લિવ ઈન રિલેશનશિપમાં ભાવનગરમાં આ બંટી બબલી અકવાડા વિસ્તારમાં સાથે રહે છે. આ બનાવે લોકચર્ચા જાગી છે.