રાતીદેવળીની સંગીતાબેનને ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કર્યાની પોલીસ ફરિયાદ
તિખારો વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતી યુવતીને મોરબીની બે મહિલા સહિત ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી બૌદ્ધનગરની બે મહિલાઓ સહિત ચાર વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના રાતીદેવળી ખાતે રહેતા સંગીતાબેનને મોરબી બૌધનગરમાં રહેતા આરોપી હાર્દિક, દેવુબેન, રવજી દાનાભાઈ અને અનુબેન નામના ઈસમોએ મોબાઈલ ફોન આપી અવાર નવાર લગ્ન કરવા દબાણ કરી જો તું લગ્ન નહિ કરે તો અન્ય જગ્યાએ લગ્ન નહિ થવા દઈએ કહી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે સંગીતાબેને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી હાર્દિક નામના એક આરોપીની ધરપકડ કરી હતી.

આ ફરિયાદને પગલે પોલીસખાતાએ કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે તો લોકચર્ચા પણ જગાવી છે.
