સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ઉજ્જૈન જિલ્લાના તરાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.
તે સગીરા અને તેની સાથે આરોપી હોવાની બાતમી મળી હતી, જેના આધારે ત્યાંથી પોલીસ મોરબી આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને મોટો સીરામીક કારખાનામાં ચેક કરવામાં આવતા ત્યાંથી ભોગ બનેલ સગીરા મળી આવી હતી. આરોપી હંસરાજ દિલીપભાઈ સિસોદિયા (18) ઉજજૈનવાળો પણ મળી આવતા પોલીસે સગીરાને કબજામાં લઈને આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં ઉજ્જૈન પોલીસને આરોપી તેમજ સગીરા સોંપ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળ્યું છે.