એમપીનો વિકાસ પીપળીયા અગાભીની સગીરાને ભગાડી ગયાની વાલીની ફરિયાદ: પોલીસ તપાસ ચાલુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને મધ્યપ્રદેશનો યુવાન ભગાડી ગયાનો બનાવ બન્યો હતો.




આ બનાવમાં મળેલ માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના મુકેશભાઈ સવાભાઈ ચારોલીયાએ તારીખ 7-4-2023 ના તાલુકા પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું હતું કે મધ્યપ્રદેશનો શિવપુરી ગામનો વતની વિકાસ રવીન્દ્રકુમાર નામનો શખ્સ લગ્ન કરવાની લાલચે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો છે.
આથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિકાસ રવીન્દ્રકુમાર વિરુદ્ધ ગુન્હા રજીસ્ટર નંબર 264/23 થી અપહરણ, પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, નોંધનીય છે કે, અપહરણ કરી જનાર આરોપી અને સગીરા સાથે મજૂરી કામ કરતા હોય બન્ને ની આંખ મળી જતા પરિચયમાં આવ્યા બાદ આરોપીએ અપહરણને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે.