કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

31 મી મે સુધી જળ અભિયાન અંતર્ગત રાજ્યમાં જળાશયોમાંથી કાંપ કઢાશે 

રાજ્ય સરકાર જળાશયોના તળિયે પડેલો કાંપ પોતાના ખર્ચે ખોદાવીને રાજયભરના ખેડૂતોને વિનામૂલ્યે આપે છે

જળસંરક્ષણ તથા જળસંચય અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજય સરકારે વર્ષ ૨૦૧૮માં એક અનોખું અભિયાન ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’.શરૂ કર્યું છે જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી 31મી મે સુધી જળ અભિયાન અંતર્ગત જળાશયોમાંથી કાપ કાઢવામાં આવશે.

‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અભિયાન અંતર્ગત સિંચાઇ અને પીવાના પાણી માટે બનાવાયેલા જળાશયોમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે. જમીનનાં ઉપલા સ્‍તરમાં રહેલા પોષક તત્‍વો અને કુદરતી પદાર્થો આ પાણીમાં ઘસડાઇને જળાશયોના તળિયે જમા થાય છે. રાજ્ય સરકાર જળાશયોના તળિયે પડેલો કુદરતી કાંપ પોતાના ખર્ચે ખોદાવીને રાજયભરના ખેડૂતોને વિનામૂલ્યે આપે છે. ખેડૂતોને અમૂલ્ય માટી વિનામૂલ્યે મળવાથી મોંઘા ખાતરોનો ખર્ચ બચી જાય છે અને આ કાંપવાળી માટીમાંથી કૃષિ ઉત્‍પાદન મોટા પાયે થાય છે. એટલું જ નહીં, ખોદકામ કરવાથી જળાશય ઊંડું જવાને લીધે તેની સંગ્રહક્ષમતા પણ વધે છે. ડેમ સાઇટ પરથી કાંપવાળી માટી ખેતરમાં પાથરવાની કામગીરીમાં શ્રમજીવી વર્ગને રોજી-રોટી મળે છે.  

ઉપરાંત, ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’ હેઠળ મુખ્યત્વે જળસંગ્રહનાં કામો જેવા કે તળાવો ઊંડા કરવા, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, તળાવોના પાળાનું મજબૂતીકરણ, હયાત નહેરોની સાફસફાઇ, મરામત તથા જાળવણી, નદી, વોંકળા, ગટર, ટાંકી, સંપની સાફસફાઇ, નદી પુન: જીવિત કરવી જેવા પરંપરાગત જળ સ્ત્રોતોના નવિનીકરણના કામો તેમજ નવા તળાવો, નવા ચેકડેમો બનાવવા, વન તલાવડી, ખેત તલાવડી, માટીપાળા, રેઇન વોટર હાર્વેસ્ટીંગ જેવા કામો લોકભાગીદારીથી હાથ ધરવામાં આવે છે. પીવાના પાણીનો બગાડ અટકાવવા માટે જનજાગૃતિની કામગીરીને પણ સાંકળી લેવામાં આવી છે. 

વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૨ દરમિયાન ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’ના ફળસ્વરૂપ જળસંચયનો નોંધપાત્ર વ્યાપ જોતા આ વર્ષ ૨૦૨૩માં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ અભિયાનના છઠ્ઠા ચરણનો ગાંધીનગરના ખોરજથી આરંભ કરવામાં આવ્યો હતો. આ જળસંચય અભિયાન તા. ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે, ૨૦૨૩ એમ ૧૦૪ દિવસ સુધી ચાલનાર છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!