શહેરના રસ્તાઓમાં પડેલા ખાડા અને રખડતા ઢોરનું ખાસ ધ્યાન રાખે
વાંકાનેર: આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રામાં જોડાવવા માટે વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર શહેરનાં ચુંટાયેલા, તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને સૌ કાર્યકર્તાઓને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીના નામથી નિમંત્રણ આપવામાં આવેલ છે.
તારીખ :14/8/2024 ને બુધવાર, સમય : સવારે 10:00 વાગ્યે યાત્રા પ્રસ્થાનનું સ્થળ: રામ કોમ્પલેક્ષ માર્કેટ ચોક વાંકાનેર
ભાજપી મિત્રોને વિનંતી છે કે આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉમટી પડે, સાથે સાથે વિનંતી છે કે શહેરના રસ્તાઓમાં પડેલા ખાડા અને રખડતા ઢોરનું ખાસ ધ્યાન રાખે… જો રેલીનો રસ્તો રાજકોટ રોડ પર આવેલ વિવેકાનંદના સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક લીમડા ચોકથી જીનપરા જકાતનાકા વાળો રૂટ હોય તો તો ખાસ !! 
વાંકાનેર શહેરમાં પુલ કે રસ્તા પર અડ્ડો જમાવી બેઠેલા રખડતા ઢોર દેખાય તો જરાય નારાજગી દિલમાં લાવશો નહીં, પુરા જોશથી નારા લગાવશો…હાજર નેતાઓને આ બાબતે કમ સે કમ આજ દિન માટે કશી રજૂઆત કરશો નહીં, આ બાબતે ચૂપ રહેવા વિનંતી…
