કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગરીબીથી કંટાળી રિક્ષા ચાલકે કર્યો આપઘાત

માટેલ ગામે રહેતા યુવાને આયખું ટૂંકાવ્યું

મોરબી: મકનસર ગામ પાસેથી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી ગરીબીથી કંટાળીને યુવાને ડેમો ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું…

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા દિનેશભાઈ સોમાભાઈ ચાવડા (35)એ મકનસર ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેની આડે પડતું મૂક્યું હતું જેથી

દિનેશભાઈ ચાવડાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ

કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવા રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો હતો અને તેમાં થતી આવકથી ઘરનું ગુજરાન બરાબર ચાલતું ન હતું અને સારી આવક મળી રહે તેવો કોઈ કામ ધંધો મળતો ન હતો જેથી ગરીબીથી કંટાળીને માનસિક તનાવમાં આવી જઈને આવેશમાં આવીને તેને ડેમુ ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!