રાતીદેવળી વાળા રસ્તે આવેલ કુબા પાસે આવેલ વાડીમાં દારૂ બિયરનો જથ્થો છુપાવ્યો હતો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રાજકોટના શખ્સે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂપિયા 2 લાખની વધુ કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન વાડી માલિક હાથ લાગ્યો ન હતો.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, રાજકોટના ઇલુભાઇ સંધી નામના શખ્સે તીથવા ગામની સીમમાં રાતીદેવળી વાળા રસ્તે આવેલ કુબા પાસે આવેલ પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. જે બાતમીને આધારે દરોડો પાડતા ઇલુભાઇ સંધીની વાડીમાંથી દારૂ બિયરનો જંગી જથ્થો પકડાઈ ગયો હતો.