પ્રેમ સંબંધ પરિવારે મંજુર રાખ્યો હતો
માતાની સાથે તીથવા આવેલી સગીરા એકલી રાજકોટ ગઈ
માતાએ જોયું તો બે લાશ ગળાફાંસો ખાધેલી લટકતી હતી
વાંકાનેર: તાલુકાના તીથવા ગામે રાજકોટ રહેતી એક સગીરા પોતાના માતા સાથે તીથવા ગામે કૌટુંબિક મામાના ઘરે આવી હતી. રવિવારે રાત્રે તે કોઈને કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ હતી અને રાજકોટ પહોંચી હતી. મંગળવારે બપોરે દોઢેક વાગ્યા આસપાસ માતા તીથવાથી પરત ઘરે આવ્યા હતા. ઘરનો દરવાજો અંદરથી બંધ હોઈ ખખડાવતા પાડોશીઓ દોડી આવ્યા હતા. દરમ્યાનમાં પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે દરવાજો તોડી જોતા છતના બે હુકમાં દોરી વડે ગળાફાંસો ખાધેલી અલગ અલગ બે લાશ લટકતી હતી.
જાણવા મળ્યા મુજબ રાજકોટના જંગલેશ્વરમાં યુવક અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રેમ સંબંધ પરિવારે મંજુર રાખ્યો હતો છતાં રહસ્યમ સંજોગોમાં આ પગલું ભરી લીધું હતું. મૃતક જંગલેશ્વર, રાધાકૃષ્ણ શેરી નં. 4 માં રહેતી કાજલ પ્રકાશભાઈ સરવૈયા (ઉંમર વર્ષ 17) અને રહે. ચુનારાવાડ ચોક, રાજકોટ રહેતા ચેતન રાજુભાઈ રાફુચા (ઉંમર વર્ષ 21) ના મૃતદેહો પીએમ માટે ખસેડી ભક્તિનગર પોલીસે આપઘાતનું સ્પષ્ટ કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા હતા. રવિવારે સગીરા કાજલ માતા લક્ષ્મીબેન સાથે વાંકાનેરના તીથવા ગામે કૌટુંબિક મામાના ઘરે આવી હતી. રવિવારે રાત્રે તે કોઈને કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ હતી. તેણી રાજકોટ જઈ પહોંચી હતી. મંગળવારે બપોરે દોઢેક વાગ્યા આસપાસ માતા લક્ષ્મીબેન તીથવાથી પરત ઘરે આવ્યા હતા.
ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. ખૂબ ખખડાવ્યું પણ ખોલ્યું નહીં. કંઈક અજુગતું થયાની જાણ થતા લક્ષ્મીબેને દેકારો કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. દરમ્યાનમાં પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે દરવાજો તોડી જોતા છતના બે હુકમાં દોરી વડે ગળાફાંસો ખાધેલી અલગ અલગ બે લાશ લટકતી હતી.
ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ વી.એલ. રાઠોડ અને તેમની ટીમે મૃતદેહ નીચે ઉતારી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યા હતા. બંને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો. પરિવારને જેની વાત કરતા પાંચ માસ પહેલા સગપણની મીઠી જીભ અપાઈ હતી. કાજલના પિતા હયાત નથી અને તેની માતા લક્ષ્મીબેન કેટરર્સમાં કામ કરે છે. કાજલ પણ માતા સાથે કેટરર્સનું કામ કરતી હતી. તેણી ચાર બહેનમાં ત્રીજા નંબરની હતી. ચેતન એક બહેન બે ભાઇમાં મોટો હતો. બંનેના પરિવારમાં ભારે શોક છવાયો હતો.
વધુમાં જાણવા મળ્યા મુજબ બંને વચ્ચે મોબાઈલ લેવા બાબતે ઝઘડો થયો હતો કાજલ સગાઈ બાદ ચેતન સાથે જ રહેતી હતી. આ તરફ બે દિવસથી ચેતન ઘરે આવ્યો ન હતો. તેને પરિવારજનોએ ફોન કરતા બંનેને શાંતિથી રહેવા દયો તેવી વાત કરી હતી. જોકે પરિવારને બંનેના સબંધથી કોઈ વાંધો હતો નહતો. ચાર દિવસ પહેલા જ્યારે કાજલ તેમના ઘરે હતી દરમિયાન કાજલે મોબાઇલ લેવાની જીદ કરી હતી. જેમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ચેતને કાજલ ઉપર હાથ ઉપાડી લીધો હતો. જે બાદ કાજલના માતા આવી દીકરીને પોતાની સાથે તીથવા લઈ આવ્યા હતા. આ ઘટના પછી ચેતન ઘરેથી નીકળી ગયો હતો. અનુમાન એવું છે કે, માતા તેડી ગયા બાદ કાજલ અને ચેતન ભેગા થયા હશે. લક્ષ્મીબેને ઘરની ચાવી ઘર નજીક આવેલી કરિયાણીની દુકાને આપી હતી. ત્યાંથી ઘરની ચાવી લઈને ઘર ખોલ્યું હતું જે બાદ બંનેએ આપઘાત કર્યો હતો.
