રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું
વાંકાનેર: તીથવાના એક શખ્સનું રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કરેલ એક્ટિવા કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતા રાજકોટ રેલ્વે પોલીસમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે…
જાણવા મળ્યા મુજબ ફરિયાદી તીથવાના મુસ્તાકરઝા માહમદભાઈ ખોરજીયાએ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી રેલવે મુસાફરી દરમિયાન તેમનું એકટીવા બાઈક નં. GJ 36 Q 8636 રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કરેલ હોય, જેની કોઈ અજાણ્યા ઇસમો રેલ્વે પાર્કિંગની સઘન સુરક્ષા અને સિક્યુરિટી ગાર્ડની નજર નીચેથી ચોરી કરી લઇ જતા આ મામલે રાજકોટ રેલ્વે પોલીસમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે…