તીનપતિ રમતા ત્રણ પકડાયા, ત્રણ ભાગ્યા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી
અરવિંદભાઈ ઉર્ફે મુનો ધનજીભાઈ વાઘેલા, મહેશભાઈ હરજીભાઈ બારૈયા અને મહેશભાઈ અમરશીભાઈ વાઘેલા નામના શખ્સો તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા જયારે આરોપી ટિનુભાઈ ધરમશીભાઈ વાઘેલા, ભાવેશભાઈ ઉકાભાઈ વાઘેલા અને અનીલભાઈ બાબુભાઈ વાઘેલા નામના શખ્સો પોલીસને જોઈ ભાગી જતા પોલીસે રોકડા રૂપિયા 1390 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.