કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

લઘુતમ ટેકાના ભાવે બાજરી વેચવા માટે

ગ્રામ્ય સ્તરે VCE મારફતે બાજરીનું રજીસ્ટ્રેશન કરાવવું

કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરવો

વાંકાનેર: અહીંના કોઠારિયાના ફારૂક કડીવારે (પ્રમુખ: વાંકાનેર કિસાન કોંગ્રેસ) એક અખબારી યાદીમાં ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ગ્રામ્ય સ્તરે VCE મારફતે બાજરીના રજીસ્ટ્રેશન બાબતે જણાવ્યું છે કે ખરીફ માર્કેટીંગ સીઝન – લઘુતમ ટેકાના ભાવે બાજરીના વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ફરીથી ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૨૨-૧૨-૨૦૨૩ (આવતી કાલ) થી તા. ૩૦-૧૨-૨૦૨૩ સુધી કરવામાં આવશે.

ડોક્યુમેન્ટ્સ :- નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭/૧૨ ૮/અ ની નકલ. ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યમાં બાજરી પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત હોઈ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.


SMS:- ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડુતે પોતાનું આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે જેની નોંધ લેશો.


નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહીં કરવામાં આવે તેની ખાસ નોંધ લેશો.
હેલ્પલાઇન નંબર :- નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!