કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આજે વીજતંત્રના દરોડામા 16.39 લાખની વીજચોરી ઝડપાઇ 

ભવિષ્યમાં પણ આવીજ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે

વાંકાનેરમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદ સંદર્ભે અલગ અલગ વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને વાંકાનેરમાં સઘન વીજ ચેકિંગ કરતા રૂ.૧૨.૩૯ લાખની વીજચોરી ઝડપાઇ હતી.

મોરબી વર્તુળ કચેરી દ્વારા આજે વીજ ચેકિંગ કામગીરી અર્થે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર શહેર તેમજ વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક અને વાણીજ્ય હેતુના વિજ જોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ, જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરી વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ફુલ-૩૫ ટીમો દ્વારા રહેણાંકનાં કુલ-૬૨૬ વીજ જોડાણો ચેક કરતા કુલ-૪૯ મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૧૫.૧૯ લાખ તેમજ વાણીજ્ય હેતુના કુલ-૩૪ વીજ જોડાણો ચેક કરતા કુલ-૨મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૧.૨૦ લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે.આમ, તા.૨૨નાં રોજ કુલ-૫૧મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૧૬.૩૯ લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે. મોરબી વર્તુળ કચેરી દ્વારા વધુમાં જણાવવામાં આવેલ હતું કે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં શહેર, ગ્રામ્ય-૧ અને ગ્રામ્ય-૨ પેટા વિભાગીય કચેરી હેઠળનાં રહેણાંક,મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુ તથા ખેતીવાડીના વિજજોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ ભવિષ્યમાં પણ આવીજ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!