ઈશાની નમાઝ બાદ
વાંકાનેર: તાલુકાના કોઠી ગામે આજ તા: 15 જૂન રાત્રે ઈશાની નમાઝ બાદ મસ્જીદના ગ્રાઉન્ડમાં જશ્ને ઉસ્માને ગની ના વિષયથી એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખતીબે અહલે સુન્નત હઝરત અલ્લામા હાફીઝ મુફતી અશરફ રઝા સાહેબ બુરહાની (નાઝીમે આલા : દારૂલ ઉલુમ મદીનતુલ ઉલુમ – રતનપુર- ખેડા), 





હઝરત મૌલાના મુહમ્મદ અમીન અકબરી સાહેબ (નાઝીમે આલા: દારૂલ ઉલુમ ગૌષે સમદાની- પીપળીયા રાજ), હઝરત મૌલાના ફારૂક અસલમ સાહેબ (દારૂલ ઉલુમ ગૌષે સમદાની- પીપળીયા રાજ) હઝરત મૌલાના સૈય્યદ મુશ્તાકઅહમદ બાપુ બરકાતી (ગુલશન પાર્ક- વાંકાનેર) હઝરત મોલાના મો. ઈસ્માઈલ સાહેબ અકબરી (પીપળીયારાજ) હઝત મૌલાના મુસ્તાકઅહમદ સાહબ (દા. ઉ. મોઈનુદીન ચિશ્તી) હઝરત મૌલાના સેય્યદ અબ્દુલકરીમ બાપુ સાહબ (જોધપર) મોલાના અલીઅસ્ગર સાહેબ અત્તારી (કોઠી), કારી શાહીદ રઝા સાહેબ અકબરી (કોઠી), મોલાના મો. યુનુસ સાહેબ સમદાની, મોલાના ઇલ્મુદીન સાહેબ સમદાની પોતાની જોશીલી જબાનમાં ખિરાજે અકીદત પેશ કરશે..૧૮ ઝિલહજજ અમીરૂલ મોમીનીન ખલીફતુલ મુસ્લિમીન સચ્ચેદોના ઉસ્માને ગની (રદીયલ્લાહો તઆલા અનહો) ની શહાદતનો દિવસ છે, આ પ્રોગ્રામ તકદીર ગૃપ તથા સુન્ની મુસ્લિમ જમાઅત કોઠી તરફથી આયોજિત છે, સૌ સુન્ની મુસ્લિમને આમંત્રણ છે….
