વાંકાનેર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠના અશ્ર્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ છે જેવો પોતાના જીવનમાં 73 વર્ષ પૂર્ણ કરીને 74માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. વર્ષોથી ગાયત્રી શકિતપીઠ ખાતે સેવા કરીને પોતાનું જીવન સેવામય બનાવ્યું. છેલ્લા 40 વર્ષથી ગાયત્રી શકિતપીઠ વાંકાનેર ખાતે સેવા આપી રહ્યા છે. હાલમાં ગાયત્રી શકિતપીઠ વાંકાનેર ખાતે સ્કૂલ, ભોજનાલય, ગૌશાળા, દિવ્યાંગ બાળકોની સ્કૂલ, શિવણ કલાસ, કોમ્પ્યુટર કલાસ, એમ્બ્યુલન્સ સેવા, અંતિમવાહીની સેવા જેવી અનેક સેવા ચલાવી રહ્યા છે. આમ એના મો.નં. 98251 20978 પર શુભેચ્છા પાઠવી શકો છો…
