કાકુભાઈ મોદીનો 76 પુરા કરી 77 માં વર્ષમાં પ્રવેશ
વાંકાનેર: મુળ દેવભૂમિ દ્વારકાના લાંબા ગામના વતની અને વર્ષોથી વાંકાનેરને તેની કર્મભુમી બનાવી વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ પદને શોભાવતા કાકુભાઈ આણંદજીભાઈ મોદીનો આજે જન્મ દિવસ છે. તેઓએ જીવનના 76 વર્ષ પુરા કરી 77માં વર્ષમાં પ્રવેશ કરેલ છે તેઓ જન્મ દિવસની વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે ધામધુમથી ઉજવણી કરી રહ્યા છે.


કાકુભાઈએ ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં ત્રણ ટર્મ ચુંટાઈ સભ્ય તથા સરપંચ તરીકે સેવા આપેલ ત્યારબાદ તેમના પત્ની સ્વ. લતાબેન કાકુભાઈ મોદી 5 વર્ષ સરપંચ પદે રહી સેવાઓ આપી હતી. કાકુભાઈ નિર્માણાધિન શ્રી રામધામ કાર્યમાં સક્રિય રહી હાલ સેવાઓ આપી રહ્યા છે.


રામધામના સ્વપ્નદ્રષ્ટા અને રઘુવંશી અગ્રણી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મહાજન ઉપપ્રમુખ રમેશભાઈ અખેણી, મહાજનમંત્રી લલીતભાઈ પુજારા (નિ.મામલતદાર), ટ્રસ્ટી રસીકભાઈ ભીંડોરા, આર.ટી. કોટક, પત્રકાર લિતેશભાઈ ચંદારાણા સહીત જ્ઞાતિજનો, સગા સબંધીઓ, સ્નેહીજનો ઉપરાંત તેમનો બહોળો મીત્ર વર્તુળ તેમના મો.97732 50064 ઉપર તથા રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી રહ્યા છે.
