આજે વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ છે. ડો.એમ.કે રણજીતસિંહ સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે તાત્કાલીન સમયે દેશનું 25% થી વધારે વન વિસ્તાર ધરાવતું મધ્યપ્રદેશ રાજય પસંદ કર્યું અને ધાર જીલ્લાનાં કલેકટર તરીકે નિમાયા ત્યારબાદ મધ્યપ્રદેશનાં મંડલા જીલ્લાનાં કલેકટર તરીકે લુપ્તતાના આરે આવેલા ભારતીય બારાસિંગા પ્રાણીના સંવર્ધન માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
તેવો મધ્યપ્રદેશમાં વન્ય અને પર્યટન ના ભૂતપૂર્વ સચિવ, વન્યજીવ સંરક્ષણ ના ડિરેક્ટર, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (WTI) અધ્યક્ષ છે WWF ટાઇગર કનઝર્વેશન પ્રોગ્રામ (TCP) નાં ડિરેક્ટર જનરલ અને યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) અંતર્ગત સન 1975-1980 સુધી એશિયા-પેસિફિક રીજીયન ના પ્રાદેશિક સલાહકાર રહી ચુક્યા છે
આ દરમ્યાન તેઓએ બાંગ્લાદેશ માટે વન સંરક્ષણ નીતિ ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી વન્યજીવ સુરક્ષા અધિનિયમ -1972 ઘડનારા અને મધ્યપ્રદેશ ના રક્ષિત વન વિસ્તારમાં 12 હજાર વર્ગ ચોરસ કિલોમીટરનો ઉમેરો કરનાર ડો.એમ.કે. રણજીતસિંહ વન અને વન્યજીવ સંવર્ધન વિભાગ ના પ્રથમ નિયામક હતાં,
ડો. એમ.કે રણજીતસિંહનાં અથાગ પ્રયત્નોને કારણે જ રામપરા જંગલને 1988 માં અભ્યારણ્યનો દરજ્જો મળેલ અને વર્તમાનમાં મધ્યપ્રદેશનાં કુનો જંગલમાં ચિત્તાના પુનર્વસન પ્રક્રિયામાં પણ તેવોનો સિંહ ફાળો રહેલો છે એવાં ડો. એમ.કે રણજીતસિંહજીને જન્મદિવસની કમલ સુવાસ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ…