હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે
મોરબી : ઓપરેશન શિલ્ડ અન્વયે આજે તા.૨૯ મે, ૨૦૨પ ને ગુરુવારના રોજ રાજ્યભરમાં યોજવામાં આવનાર મોકડ્રીલ અને બ્લેક આઉટનું આયોજન હાલ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે.

જાણવા મળ્યા મુજબ કેન્દ્રીય ગૃહવિભાગના આદેશ અન્વયે દેશના સરહદી રાજ્યોમાં મોકડ્રિલ યોજવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. જે અન્વયે મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે મોકડ્રિલ તેમજ બ્લેક આઉટ કરવામાં આવશે તેમ જિલ્લા વહીવટીતંત્રએ જાહેર કર્યું હતું. જો કે, છેલ્લી ઘડીએ વહીવટી કારણોસર મોકડ્રિલ અને બ્લેકઆઉટ મુલતવી રાખવામાં આવ્યું હોવાનું અને હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે…
