દિપકભાઈ બાબરીયાની અખબાર યાદી
કોળી ઠાકોર સમાજનું સામાજીક સુધારણા કરીને નવું બંધારણ ઘડવાનો મુખ્ય હેતુ
મોરબી, વાંકાનેર, હળવદ, માળીયામિયાણાં અને ટંકારા તાલુકાના કોળી સમાજના મંડળો, ગ્રુપો, સંસ્થાઓના સર્વે હોદેદારો, આગેવાનો, રાજકીય કાર્યકરોનું સ્નેહમિલન
વાંકાનેર: બાબરીયા સુરાપુરાઘામ, ટોળ અમરાપર રોડ, નદી પાસે, ટંકારા મુકામે આગામી તા. 28/12/2025 રવાવિરે બપોરે 2.00 કલાકે થી મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપના માધ્યમથી મોરબી જીલ્લામાં આવેલ તમામ તાલુકા જેમાં મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, હળવદ તાલુકા, માળીયામિયાણાં તાલુકા, ટંકારા તાલુકા આ પાંચેય તાલુકાના ગામે-ગામે ચાલતા સમસ્ત કોળી સમાજના જુદા-જુદા મંડળો, ગ્રુપો, વિવિધ સંસ્થાઓના સર્વે હોદેદારો, આગેવાનો, રાજકીય કાર્યકરોનું સ્નેહમિલન રાખેલ છે.



આ સ્નેહમિલન મુખ્ય હેતુ કોળી ઠાકોર સમાજનું સામાજીક સુધારણા કરીને નવું બંધારણ ઘડવુ તેમજ આજની નવી પેઢી શિક્ષિતબને, વ્યસનમુકત બને તે બાબતે ખાસ ચર્ચા-વિચારણા કરવી અને ટંકારા આંગણે 10 ફેબ્રુઆરીએ સમુહલગ્ન સાથે નાત જમણવારનું આ આયોજનની વિવિધ વ્યવસ્થા બાબતે આ સ્નેહમિલન અયોજન કરેલ છે. વિશેષ માહિતી માટે મો. 90335 180909/ 91065 18189 પર સંપર્ક કરવા વિનંતી તેમ મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપ અગ્રણી દિપકભાઈ બાબરીયાની અખબાર યાદીમાં જણાવેલ છે.
