વધુ એક નકલી ટોલનાકાનો વિડીયો સો.મીડિયામાં વાયરલ
મીટીંગમાં ટોલનાકા એજન્સીના સ્ટાફના નિવેદનો લેવાયા
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક વ્હાઈટ સીટી સિરામિકમાંથી રસ્તો બનાવી ટોલનાકાને બાયપાસ કરી વાહનચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા થતા હોવાનો મીડિયાએ પર્દાફાશ કર્યા બાદ તંત્ર દોડતું થયું હતું અને જીલ્લા કલેકટરની સુચનાથી ટીમની રચના કરવામાં આવી છે જે ટીમ દ્વારા આજે સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી તેમજ મીટીંગ યોજી નેશનલ હાઈવે ઓથોરીટી તેમજ ટોલનાકાનું કામ સંભાળતી અને ઓપરેટ કરતી બંને એજન્સી સાથે ચર્ચા કરવામાં આવી હતી તો સિરામિક ફેક્ટરીમાં બનાવેલ વૈકલ્પિક રસ્તો બંધ કરી દેવાયો છે તો અધિકારીઓની ટીમે સ્થળ પર જઈને પંચ રોજકામ પણ કર્યું હતું
અધિકારીઓની સંયુક્ત ટીમે તપાસ કરી, મીટીંગમાં ચર્ચા કરી : મામલતદાર
આજે મીટીંગ અને તપાસ મામલે મામલતદાર યુ વી કાનાણીએ જણાવ્યું હતું કે વઘાસીયા ટોલનાકા ખાતે ગેરરીતી મામલે કલેકટર દ્વારા SDM વાંકાનેરને તપાસ સોપી હતી જેથી SDM ની સુચના મુજબ વાંકાનેર મામલતદાર, વાંકાનેર સીટી પીઆઈ, નેશનલ હાઈવે ઓથોરીટી તેમજ ટોલનાકા એજન્સીના પ્રતિનિધિઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી જેમાં વઘાસીયા ટોલનાકા ખાતે તપાસ કરી છે તેમજ હાઈવે ઓથોરીટી અને ટોલનાકા સંભાળતી અને ઓપરેટ કરતી એજન્સીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા સાથે જ પંચરોજકામ કરી તલસ્પર્શી અભ્યાસ કરી રીપોર્ટ વહેલી તકે કલેકટરને સોપવામાં આવશે તેમ જણાવ્યું હતું
વૈકલ્પિક રસ્તા બંધ કરવામાં આવ્યા છે, ગ્રામજનોનું હિત જોવું જરૂરી : ડેપ્યુટી મેનેજર, ને.હા.ઓથોરીટી
આજે મીટીંગ અંગે નેશનલ હાઇવે ઓથોરીટીના ડેપ્યુટી મેનેજર રાહુલ મીણાએ મીડિયાને જણાવ્યું હતું કે મીટીંગમાં વિવિધ મુદે ચર્ચા થઇ હતી જેમાં ટ્રાફિક લીકેજ ઇસ્યુ કેવી રીતે સોલ્વ થઇ સકે તેની વિગતવાર ચર્ચા કરી હતી તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી તેવા સવાલના જવાબમાં ડેપ્યુટી મેનેજરે સમય કહી ના શકાય તેવો જવાબ આપ્યો હતો ઉપરાંત ગાંધીધામ અગાઉ ઓફીસ ના હતી અને કોર્ટ કેસ ચાલે છે સહિતના રાગ આલાપ્યા હતા અને વૈકલ્પિક રસ્તો બંધ કરવામાં આવ્યો છે ગ્રામ્ય રોડ છે જેથી ગ્રામજનોને તકલીફ ના પડે તે જોવું જોઈએ તેવું જણાવ્યું હતું
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો