કૌભાંડિયા કેટલા કમાયા ?
વઘાસીયા પાસે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલનાકા ઉપરથી જે વાહનો નીકળે તેની પાસેથી સરકારના નિયમ મુજબ વાહન ચાલકો પાસેથી સેફ વે કંપની દ્વારા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે જોકે વઘાસિયા ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા અને આ સમગ્ર મામલો જ્યારે સમાચારના મધ્યમમાં ઉજાગર થયો ત્યારબાદ કલેક્ટર, પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયેલ છે અને ગત સોમવારે સાંજના સમયે વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે હજુ સુધી આ ગુનામાં પોલીસ એક પણ આરોપીને પકડી શકેલ નથી તે હકીકત છે
હાલમાં વઘાસિયા ટોલ પ્લાઝાનું કામ કરતી એજન્સીના સ્ટાફ પાસેથી મળી રહેલી માહિતી મુજબ વઘાસિયા ગામે બાજુથી અને કારખાનામાંથી વાહનોને કાઢવા માટે જે ગેરકાયદે રસ્તા બનાવીને ઉઘરાણા કરવામાં આવતા હતા તે ટોલ પ્લાઝાના પંચર બંધ કરવામાં આવેલ છે જેથી કરીને વઘાસિયા ટોલનાકા ઉપરથી પસાર થતાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અગાઉ વઘાસિયા ટોલ પ્લાઝા ઉપરથી દૈનિક ૭૦૦૦ જેટલા વાહનોની અવરજવર થતી હતી જોકે, ગેરકાયદે ટોલનાકા બંધ કરાવવામાં આવ્યા બાદ છેલ્લા દિવસોમાં વાહનોની આવકમાં વધારો થયેલ છે અને હાલમાં દૈનિક ૧૭૦૦ થી ૧૮૦૦ જેટલા વાહનોની સંખ્યામાં વધારો થયેલ છે જેથી કરીને ટોલ પ્લાઝાની દૈનિક આવક હતી તેમાં પાંચ લાખથી વધુનો વધારો થયેલ છે ત્યારે બોગસ ટોલનાકા બનાવીને ઉઘરાણા કરનારા શખ્સો છેલ્લા વર્ષોમાં બોગસ ટોલનાકેથી કેટલા રૂપિયા કમાયા હશે તે પણ તપાસનો વિષય છે અને હજુ પણ આવક વધશે તેવું દેખાઈ રહ્યું છે. આરોપીને પોલીસ કયારે પકડશે તે સૌથી મોટો સવાલ છે અને જે તપાસ સમિતિ બનાવવામાં આવી છે તેના રિપોર્ટની પણ હાલમાં રાહ જોવાઈ રહી છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો