પંચાસર રોડ પરનો શખ્સ નશાની હાલતમાં બાઈક ચલાવતા
વાંકાનેર: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ પીએસઆઇ કક્ષાના પોલીસ મથકોને પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકને પણ પીએસઆઇમાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવેલ છે, જે બાદ ગઈ કાલે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સૌ પ્રથમ પીઆઇ તરીકે મોરબી લીવ રિઝર્વમાં રહેલ ડી. વી. ખરાડીની નિમણૂક કરવામાં આવી છે. જેમણે કાલથી જ વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો છે…
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે નવનિયુક્ત થયેલ ડી. વી. ખરાડી અગાઉ મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા હતા, જેમાં તાજેતરમાં જ તેમણી મોરબી જિલ્લામાં નિમણૂક કરવામાં આવી છે અને લીવ રિઝર્વમાં રાખવામાં આવેલ હતા, જે બાદ ગઈ કાલે તેમણી વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે….
પંચાસર રોડ પરનો શખ્સ નશાની હાલતમાં બાઈક ચલાવતા: વાંકાનેર નવાપરા પંચાસર રોડ વિધાતા પોટરી પાસે રહેતા દેવજીભાઈ દામજીભાઈ ભાખોડીયા (ઉ.વ.29) વાળાને નર્સરી ચોકડી પાસેથી પોતાના હવાલાવાળુ કાળા કલરનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર- GJ-36-AK-0525 જેની કી.રૂ.૨૦,૦૦૦/-ગણી જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫, તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે…