અમદાવાદ મુકામે સાયન્સ સિટી ખાતે નિઃશુલ્ક પ્રવાસ
વાંકાનેર: ગત તા.24/02/2026 ને મંગળવાર નાં રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી આયોજિત વાંકાનેર તાલુકામાં CET exam 2024/ 2025 માં બેસ્ટ પરિણામ મેળવનાર કુલ 3 બસ જેટલા બાળકોને અમદાવાદ મુકામે સાયન્સ સિટી ખાતેનો એક ખાસ યાદગાર અને નિઃશુલ્ક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો Imax માં 3D મૂવી નિહાળ્યું હતું, 



વાંકાનેર તાલુકા ની પ્રાથમિક શાળા ના કુલ ૧૨૭ બાળકો અને ૧૫ શિક્ષકો સાથે તાલુકાની ટીમમાંથી કિશોરભાઈ રાઠોડ (TPEO વાંકાનેર), યુવરાજસિંહ વાળા (બીટ કે.ની. શિક્ષણ વાંકાનેર) અને માનસાતા પિયુષ (આ.શી. તાલુકા શાળા નં ૧) સાથે રહીને આ સરકારશ્રી તરફથી બાળકોને ની:શુલ્ક પ્રવાસ પૂર્ણ કરાવેલ છે…





