સમથેરવાના યુવાનને મારામારીમાં ઈજા: લુણસરના મહિલાને રોડ ક્રોસ કરતા બાઇક ચાલકે હડફેટે લીધા: હાઇવે ઉપર પુલ પાસે બાઈકમાંથી પડી ગયા
વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે વાડી વિસ્તારમાં ગાંગીયાવદરના બાળકને ઝેરી દવાની અસર થઇ હતી, જ્યારે સમથેરવાના યુવાનને મારામારીમાં ઈજા થઇ હતી અને હાઇવે ઉપર પુલ પાસે ચોટીલા જતા બાઈકમાંથી પડી જતા એક શખ્સને ઇજા થઇ હતી, તથા લુણસરના મહિલાને રોડ ક્રોસ કરતા બાઇક ચાલકે હડફેટે લીધા હતા

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના સરધારકા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવાની અસર થતા કાર્તિક રમેશભાઈ ધરજીયા (ઉમર 3) રહે. ગાંગીયાવદરને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યારે વાંકાનેરના સમથેરવા ગામે રહેતા શામજીભાઈ ભગુભાઈ ફિચડીયા નામના ૩૫ વર્ષના યુવાનને ગામ પાસે થયેલ મારામારીમાં ઈજા થતાં સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો…

વાંકાનેરથી ચોટીલા જતા હાઇવે ઉપર પુલ પાસે બાઈકમાંથી નીચે પડી જતા ખીમભાઈ લખમણભાઈ કોળી (ઉ.૬૯) રહે. રણછોડગઢ (તા: હળવદ) ને સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા અને લુણસર ગામે રહેતા અરૂણાબેન કિશોરભાઈ દુદકીયા નામના ૫૧ વર્ષીય મહિલા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રોડ ક્રોસ કરતા હતા તે સમયે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા…
