આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ: જાણો અરજી કેમ કરવી ?
ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.
ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છેકેટલી સહાય મળવાપાત્રઅનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશેઅનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાયસામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાયખરીદી ક્યાંથી કરવી કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.
ખાતાદીઠ એક જ વાર યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડબેંક ખાતાની પાસબુક7-12 અને 8 અ ની નકલ
મોબાઇલ નંબરરેશન કાર્ડઅરજી કઈ રીતે કરવી ?
સૌ પ્રથમ, અરજદારે i-khedut પોર્ટલ પર જવાનું રહેશે. પોર્ટલની મુલાકાત લીધા પછી, તમારી સામે હોમ પેજ ખુલશે. ત્યાર પછી તમારે “યોજનાઓ” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પેજ પર, વિવિધ પ્રકારની યોજનાઓ જોવા મળશે. અને તમારે જે યોજના નો લાભ લેવો છે કે માહિતી મેળવવી છે તો તે યોજના પર ક્લિક કરવાનું રહેશે. તમે યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે અને જે યોજના માટે તમારે અરજી કરવી છે તો તે યોજના પર ક્લિક કરી અરજી કરવાની રહેશે.ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે અગાઉ થી રજિસ્ટ્રેશન કરાવેલ છે કે નહિ.
જો તમે રજિસ્ટ્રેશન કરાવેલ નથી, તો તમારે હા કે ના પર ક્લિક કરવાનું રહેશે અને પછી આગળ વધો બટન પર ક્લિક કરો. પછી તમારે આગલા પેજ પર નવા નોંધણીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.વિકલ્પ પર ક્લિક કર્યા પછી, યોજના માટે અરજી નું ફોર્મ તમારી સામે ખુલશે અને તેના માટે તમને વ્યક્તિગત વિગતો જેવી કે નામ, સરનામું, બેંક ની વિગતો, જમીન ની વિગતો, રેશન કાર્ડની વિગતો ભરવાની રહેશે અને પછી કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. બધી માહિતી ભર્યા પછી તમારે અરજી સેવ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.આ રીતે તમારી i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે. આ માટે ક્લિક કરો https://ikhedut.gujarat.gov.in/