5 વિઘાની વાવેલ
મહિકા/નવા લુણસરીયાના ખેડૂતની આપવીતી
વાંકાનેર: તાલુકાના મહીકા ગામના બાદી રજાકભાઈ હબીબભાઈ (97252 54340) અને ભાગમાં નવા લુણસરીયાના દેકાવાડીયા અબ્દુલરહીમ હસનભાઈએ મળીને મહીકાની વાડીમાં નાસિકની ડુંગળી પાંચ વીઘામાં વાવેલ, અત્યાર સુધીમાં ત્રીસ હજાર જેટલું ખર્ચ કરેલ, પણ હાલમાં ડુંગળીના ભાવ ન હોવાથી વળતર મળે તેમ નહોતું, આથી ભારે મને એમને ટ્રેકટર ચલાવી વાવેલ ડુંગળી વાડી સાફ કરવી પડી હતી.



જગતના તાત ગણાતા ખેડૂતની આવી દશા છે, ભાવ પુરા મળતા નથી, મહેનત તો ઠીક કરેલ ખર્ચનું પણ વળતર મળતું નથી, સરકાર મોટી મોટી વાતો કરે છે, પણ ખેડૂતનું દર્દ સમજતી નથી, જો પુરા ભાવ મળે તો જ ખેડૂત ટકી શકશે…