ગુંદાખડાના યુવાનનું મોત: સમઢીયાળા ગામની સીમનો બનાવ
પગ લપસી જતા ઈજાગ્રસ્ત આધેડનું મોત
વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા દેવકણભાઈ કડવાભાઈ સાપરા (34) ટ્રેક્ટર નંબર જીજે 36 એફ 7720 લઈને સમઢીયાળા ગામની સીમમાં ગુણવંતભાઈ ભરવાડની ખાણ નજીકથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના ટ્રેક્ટરની આડે ઢોર આવી ગયું હતું.
જે ઢોરને બચાવવા જતાં અકસ્માતે ટ્રેક્ટરનું ટાયર ખાડામાં ઉતરી પલટી મારી ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં દેવકણભાઈ સાપરાને ગંભીર ઇજા થવાથી મોત નીપજયું હતું. આ બનાવની પ્રેમજીભાઈ કડવાભાઈ સાપરા (45) એ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પગ લપસી જતા ઈજાગ્રસ્ત આધેડનું મોત
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક્ષ સિરામિકમાં રહેતા જગન્નાથ રુહ્યા ડોલમ (ઉ.વ.૫૧) નામના આધેડ ગત તા. ૧૧ ના રાત્રીના દોઢેક વાગ્યે લેબર કોલોનીની બાજુમાં પેશાબ કરતા જતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતા માથાના પાછળના ભાગે ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા…
