અમરાપરના શખ્સની દેશી દારૂ સાથે ધરપકડ
ટંકારા: તાલુકાના છતર ગામની સિમમાંથી અજાણ્યા તસ્કરો જયેશભાઇ અમરશીભાઈ પનારા રહે. રવાપર ગામ, મોરબી વાળાની માલિકીનું 2.50 લાખનું ટ્રેકટર તેમજ 50 હજારની ટ્રોલી ગત તા. 27 એપ્રિલના રોજ ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કારમાં રૂ.૬૭ હજારનો વિદેશી દારૂ લઈ જતો શખ્સ ઝડપાયો
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસને બાતમી મળી હતી કે મોરબી તરફથી એક સફેદ કલરની સ્વીફટ ગાડી રજીસ્ટર નંબર- GJ-10-BG-9681 ની ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરી ટંકારા તરફ આવે છે. જેને આધારે ટંકારા પોલીસની ટીમે ટંકારા નજીક ખીજડીયા ચોકડીએ વોચ રાખતા સ્વીફટ ગાડી નિકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ગ્રીન લેબલ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ- ૯૬ કિ.રૂ. ૨૮,૮૦૦/-, ઇંગ્લીશ દારૂના ઓફીસર
ચોઇસ કલાસીક વ્હીકસ્કી ૧૮૦ M.L.ના પ્લાસ્ટીકના ચપલા નંગ- ૪૮ કિ.રૂ.૪૮૦૦/-, ઇગ્લીશ દારૂના ઓરેન્જ હીલ વોડકા ઓરેન્જ ફલેવર ૧૮૦ M.L.ના કાંચના કુલ ચપલા નંગ- ૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/-, ઇંગ્લીશ દારૂના વાઇટલેક વોડકા ઓરેન્જ ફલેવર ૧૮૦ M.L.ના કાચના કુલ ચપલા નંગ- ૯૪ કિ.રૂ. ૯૪૦૦/- મળી
આવતા તેની સાથે કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૬૭,૦૦૦/-ના મુદ્દામાલ પકડી પાડ્યો છે. આ સાથે ઇનાયતભાઇ ઇબ્રાહીમભાઈ મસીયા ઉ.વ- ૨૪ રહે- રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી શેરી નંબર- ૦૧ પિંજારાવાસ જામનગરવાળાને પકડી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવી છે
દેશી દારૂ સાથે:
(1) સજનપરના ગોરધન ઉર્ફે બાબુભાઇ છનાભાઈ ભીસડીયા (2) છતર જીઆઈડીસીમાંથી ગીતાબેન ઉર્ફે ભાનુબેન વિક્રમ અબુભાઈ જખાણીયા અને (3) અમરાપરના દિનેશ કરમશીભાઇ વાઘેલા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
નેસડા સૂરજના બાબુભાઇ રઘાભાઈ કળોતરા સામે ટ્રાફિક નિયમના ભંગ કાર્યવાહી
હથિયાર ધારા જાહેરનામાના ભંગ:
છતરના મુકેશ જાદવભાઈ પરમાર પાસેથી લોખંડનો પાઇપ મળી આવતા હથિયાર ધારા જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો