કુવા ગાળતા સમયે ભેખડ ઘસી પડતા ત્રણ મજુર દટાયા
ભેખડ નીચે દટાયેલા ત્રણેય મજુરોના મોત નિયજ્યા: પોલીસે તપાસ ચાલુ કરી
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ખેતરમાં કૂવો ગાળતા સમયે અકસ્માત બનાવ બન્યો હતો, જેમાં ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડતા ખોદકામ કરી રહેલા ત્રણ મજૂરો દટાયા હતા.

તેમનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવતા બે લોકોના મોત નિપજયા હોય બે લોકોના મૃતદેહ જ હાથ લાગ્યા હતા; જેથી બે મજુરોના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે ખસેડાયા હતા. જ્યારે એક મજુરને બેભાન હાલતમાં રાજકોટ લઈ જવાતા ત્યાં ટુંકી સારવારમાં તેનું મોત નીપજયુ હતુ.

મૃતદેહ રાજકોટ હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના સોનારા આગળની તપાસ ચલાવી રહ્યા છે. મૃતકો સ્થાનિક મજૂરો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે.

જે બે વ્યકિતના વાંકાનેર ખાતે મોત થયા છે, તેમા નાગજીભાઇ સોમાભાઇ સિંતાપરા (૪૦) અને મનસુખભાઇ પોપટભાઇ સોલંકી (૪૫) નો સમાવેશ થાય છે. જે ઇજાગ્રસ્તને રાજકોટ લઇને ગયા હતા, તેનું નામ વિનુભાઇ બચુભાઈ ગોરીયા છે અને તેનુ ત્યાં સારવાર દરમ્યાન મોત થયુ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. કોટડા નાયાણી ગામે કિરોઝભાઈ હુસેનભાઇ કાતીયરની વાડીએ કુવામાં ઘટના બનેલ છે, તેમને પણ ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.

ફિરોજભાઈએ જણાવ્યું હતું કે, કુવામાં જૂનો ગાળ કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જોરથી અવાજ આવતા હું કુવા તરફ ગયો હતો જ્યાં કુવાની દીવાલ ધસી પડી હતી અને ત્રણેય મજૂરો અંદર દટાયેલા હતા. આ બાબતની જાણ ગ્રામજનોને કરતા ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. મજૂરોને બહાર કાઢી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.