રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો રદ
વાંકાનેર: વેરાવળથી બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એસી કોચના એસી ચાલુ ન હતા, જેથી કરીને મુસાફરો દ્વારા રેલવે વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ટ્રેન વાંકાનેર સુધી આવી ગઈ ત્યાં સુધી તેના એસી કોચના એસી ચાલુ કરવામાં આવ્યા ન હતા, જેથી કરીને માત્ર બે મિનિટનો વાંકાનેર સ્ટેશને આ ટ્રેનનો સ્ટોપ હતો ત્યાં મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી ગયા હતા અને દોઢ કલાક સુધી ધમાલ કરી ત્યારે ટ્રેનમાં એસી ચાલુ કરીને વાંકાનેરથી મુસાફરોને ટ્રેનમાં બેસાડીને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.
દરરોજ વેરાવળથી બાંદ્રા તરફ જવા માટે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં ટ્રેન બપોરે વેરાવળથી ઉપડે છે, તેવી જ રીતે ગૂરૂવારે પણ ઉપાડી હતી. આ ટ્રેનના એસી કોચના એસી ચાલુ ન હોવાથી મુસાફરો દ્વારા રેલ્વે વિભાગમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી તો પણ એસી ચાલુ કરવામાં ન આવતા વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન પહોચી અને ત્યાં માત્ર બે જ મિનિટનો ટ્રેનનો સ્ટોપ હતો. જો કે, મુસાફરોએ એસી મુદે હંગામો કરતાં રેલવેના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે સ્ટેશને માત્ર બે જ મિનિટનો સ્ટોપ હતો, ત્યાં મુસાફરોએ એસી કોચમાં એસી બંધ હતા તે મુદાને લઈને દોઢ કલાક સુધી ટ્રેનને રોકી રાખી હતી અને જેથી કરીને વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તાત્કાલિક એસી ચાલુ કરાવીને સાંજે 5:34 કલાકે આ ટ્રેનને બાંદ્રા તરફ રવાના કરવામાં આવી હતી.
રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો રદ
મોરબી : ઉત્તર રેલવેના વારાણસી યાર્ડમાં યાર્ડ રિમોડેલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે.
રદ કરાયેલી ટ્રેનો
1) 15, 22 અને 29 સપ્ટેમ્બર અને 6 અને 13 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ રદ્દ.
2) 11મી, 18મી અને 25મી સપ્ટેમ્બર અને 2જી અને 9મી ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ રદ્દ.
3) 23 અને 30 સપ્ટેમ્બર અને 7 અને 14 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ રદ્દ.
4) 20મી અને 27મી સપ્ટેમ્બર અને 4થી અને 11મી ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ રદ્દ.