ચાર વાહન ચાલકો પર પોલીસ કાર્યવાહી
તાજેતરમાં મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) ને નિષ્ણાંત અને અનુભવી અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી તેઓની કામગીરી વિશે પ્રાથમિક માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી મોરબી જિલ્લા પંચાયત ખાતે બે દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) એન.ડી.કુગસીયા દ્વારા મોરબી જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગના કર્મચારીઓ માટે ગઈ કાલથી બે દિવસ તા. ૦૮ અને ૦૯ ના રોજ બે દિવસીય તાલીમનું આયોજન કરાયું છે
આ તાલીમ કાર્યક્રમમાં તલાટી કમ મંત્રીના કાર્યો અને ફરજો, પંચાયત ઘારો, ૧૯૯૩ની ગ્રામ પંચાયત લેવલે ઉપયોગી કલમોની જાણકારી, નાણાકીય ઔચિત્યતાના નિયમો, સરકારશ્રીની વિવિઘ યોજનાઓ જેવી કે, PMAY, મનરેગા, સ્વચ્છ ભારત, ૧૫મું નાણાપંચ, આયોજનના કામો, ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતો, ઇ-ગ્રામ, ગ્રામ સ્વરાજ પોર્ટલ તેમજ ત્રિ-સ્તરીય પંચાયતની રચના અને કાર્યો તેમજ ગ્રામ, તાલુકા, જિલ્લાની સમિતિની રચના અને કાર્યો વિશે જિલ્લા પંચાયતના વરિશિષ્ટ અઘિકારી તેમજ વિષય નિષ્ણાંત તાલુકા વિકાસ અઘિકારીઓ અને અનુભવી કર્મચારી અને તલાટી કમ મંત્રી દ્રારા આ તાલીમ આપવામાં આવી હતી
આ તાલીમ કાર્યક્રમના પ્રથમ દિવસે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જે. પારઘી, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા તથા જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ નવનિયુક્ત કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી
ચાર વાહન ચાલકો પર પોલીસ કાર્યવાહી
(1) જીનપરા જકાતનાકા પાસે વાંકાનેરના નવાપરા ખડીપરામાં રહેતા મેરુ છગનભાઈ દેકાવાડીયાએ પોતાની રીક્ષા નં. GJ-36-U 8023 ટ્રાફિકમાં અડચણ થાય તે રીતે પાર્ક કરતા (2) વાંકાનેરના લાલપરમાં રહેતા નાથા મોતીભાઈ ઝપડા (ભરવાડ)એ પોતાની ઇકો નં. GJ-36-AF 1279 પુરઝડપે ચલાવતા (3) વાંકાનેરના વઘાસીયામાં રહેતા પ્રવીણ કરણાભાઈ લામકાએ પોતાની રીક્ષા નં. GJ-3-BX 7604 ટ્રાફિકમાં અડચણ થાય તે રીતે પાર્ક કરતા અને (4) વાંકાનેરની એકતા સોસાયટીમાં રહેતા ઇશરત હુસેનભાઇ સિપાઈએ પોતાની રીક્ષા નં. GJ-36-U 5626 પુરઝડપે ચલાવતા પોલીસખાતાએ કાયદેસર કાર્યવાહી કરી છે.