રાજકોટ: નાગપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે, વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.
રદ કરાયેલી ટ્રેનો ની વિગતો: 10 અને 17 ઓગસ્ટ, 2024 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ. 12 અને 19 ઓગસ્ટ, 2024 ના રોજ બિલાસપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ.
18 ઓગસ્ટ, 2024 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ. 20 ઓગસ્ટ 2024 ના રોજ શાલીમાર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.