હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો
હવે નવી ટ્રેનો મળવાની શકયતા : અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ શકશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ- સુરેન્દ્રનગર રેલ્વે લાઈનમાં છેલ્લા છ વર્ષથી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આ ડબલ ટ્રેકમાં ટ્રેનો દોડવા લાગી છે. 117 કિ.મી. રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા હવે રાજકોટ-અમદાવાદ ડબલ ટ્રેક સાથે જોડાતા આગામી દિવસોમાં અમદાવાદથી ઉપડતી અન્ય રાજયોને જોડતી ટ્રેનો રાજકોટ સુધી લંબાઈ શકે છે.
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલ્વે ટ્રેકની ઈલેકટ્રીક લાઈનની કામગીરી પણ વેગવંતી બનતા આ કામ જૂન સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે. આગામી જુન માસથી રાજકોટને વધુ નવી ટ્રેનો મળવાની શકયતા છે. ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા રાજકોટ- અમદાવાદ વચ્ચે ટ્રેનો ઝડપથી પસાર થતા મુસાફરોનો સમય પણ બચશે. છાશવારે ક્રોસીંગની સમસ્યાનો અંત આવ્યો છે.

