કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે

હાલ 90 કિ.મી.ની સ્પીડે ટ્રેનો દોડી રહી છે

ટ્રેક અપગ્રેડેશન અઘરૂ કામ પુર્ણ થતા ટ્રેનો 125-130 કિ.મી.ની ઝડપે દોડવા લાગશે

રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ છે. અગાઉ રાજકોટ ખાતે કેન્દ્રીય કેબીનેટ રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા અમદાવાદથી ઉપડતી ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત બાદ એક પણ ટ્રેન અમદાવાદથી રાજકોટ સુધી નહીં લંબાતા આ બાબતે રાજકોટ રેલ્વે ડિવિઝનના રેલ્વે સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય હરિકૃષ્ણ જોષીએ વખતોવખત રેલ્વે તંત્રને રજૂઆત કરી હતી આખરે તેઓને માહિતી સાંપડી હતી કે રાજકોટ-અમદાવાદ ડબલ ટ્રેકમાં ટ્રેક અપગ્રેડેશનની કામગીરીના પગલે અમદાવાદથી ટ્રેનો રાજકોટ સુધી લંબાઈ નથી.

રેલ્વે સલાહકાર સમિતિનાં પૂર્વ સભ્ય હરિકૃષ્ણ જોષીના જણાવ્યા પ્રમાણે રાજકોટ- અમદાવાદ ડબલ ટ્રેક અપગ્રેડેશનમાં અમદાવાદથી વિરમગામ સુધી ટ્રેક અપગ્રેડેશન થઈ ચુકયો છે. હાલ સુરેન્દ્રનગર-વિરમગામ વચ્ચે કામ શરૂ છે જેનું કામ બે માસથી શરૂ છે જે કામ છ માસમાં પુરો થવાનો અંદાજ છે. આ કામ પૂર્ણ થતા જ રાજકોટ-અમદાવાદ વચ્ચે 125-130 કિ.મી.ની ઝડપે ટ્રેનો દોડતી થશે પરિણામે બેથી સવા બે કલાકમાં રાજકોટથી અમદાવાદ પહોંચી શકાશે.

વધુમાં ટ્રેક અપગ્રેડેશન કામ પૂર્ણ થતા અમદાવાદથી જે 6થી 8 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત થઈ હતી તે કદાચ અમલી બનશે સાથે નવી પ્રીમીયમ ટ્રેનો મળે તેવી શકયતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ અમદાવાદ વચ્ચેના ડબલ ટ્રેકમાં હાલ 90 કિ.મી.ની સ્પીડે ટ્રેનો દોડી રહી છે. આ ટ્રેકનું અપગ્રેડેશન થતા ટ્રેનો 125-130 કિ.મી.ની ઝડપે દોડવા લાગશે.

MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?

અમદાવાદ-મુંબઈ વચ્ચે હાલ 130 કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેનોની ગતિમાં મુખ્ય જમા પાસુ રેલ્વે ટ્રેકનું છે. બ્રોડગેજ લાઈનનાં ટ્રેકમાં એક ખાસ પ્રકારનો મોટા પહોળી સાઈઝના પાટા હોય છે જે હાલની બ્રોડગેજ લાઈનની સરખામણીએ ટ્રેનની ગતિમાં વધારો થતો હોવાથી ટ્રેનની સ્પીડ વધુ ગતિશીલ બને છે હાલ રાજકોટ-અમદાવાદ વચ્ચે આ પ્રકારના ટ્રક અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે જે અમદાવાદ-વિરમગામ સુધી પૂર્ણ થયું છે. સુરેન્દ્રનગર વિરમગામ વચ્ચે કામ ચાલી રહ્યું છે. આ ટ્રેક અપગ્રેડેશનથી ટ્રેનોની ગતિ વધારો, વધુ શકિતશાળી એન્જીન (પાવર), સાથે ઓટોમેટીક સીગ્નલ વ્યવસ્થા થતા ટ્રેનોને અવરોધ નડતો નથી આ પ્રકારના ટ્રેકમાં ટ્રેન 125-130 કિ.મી.ની ઝડપે દોડી શકે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!