41 નાયબ મામલતદાર અને 29 ક્લાર્કના બદલીના ઓર્ડર નીકળ્યા: વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ
મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 90 જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 41 જેટલા નાયબ મામલતદાર અને 49 જેટલા ક્લાર્કના બદલીના હુકમો કરવામાં આવ્યા છે. એકસાથે આટલાં કર્મચારીઓની ઘણા લાંબા સમય બાદ બદલીઓ થઈ છે. જેને કારણે જિલ્લાના આખા મહેસુલ તંત્રમાં મોટો ફેરફાર થયો છે.
મોરબી કલેકટર કચેરીના ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના નાયબ મામલતદાર એન. આર. જોશીની મહેસુલ-1 કલેક્ટર કચેરી, જે.વી. કાવડની કલેકટર કચેરી બિનખેતી શાખા, બી.એસ. પટેલની મહેસુલ મામલતદાર કચેરી વાંકાનેર, એમ. જે. પટેલની ડિઝાસ્ટર કલેકટર કચેરી, સી. જે. આચાર્યની સર્કલ ઓફિસર હળવદ, ટી. એન. પટેલની પુરવઠા શાખામાં બદલી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ચૂંટણી શાખાના એસ. એન. ટાંકની મહેકમ કલેક્ટર કચેરી, ઓ. એન. જાડેજાની મોરબી પ્રાંત કચેરી, એસ.એન. બારીયાની સર્કલ ઓફિસર મોરબી ગ્રામ્ય, ડી. એલ રામાનુજની ટંકારા, એ.બી. પરમારની શિસ્તેદાર પ્રાંત કચેરી વાંકાનેર, પી.આર.ગંભીરની શિસ્તેદાર પ્રાંત કચેરી મોરબી, ડી.એન. સોનાગ્રાની મહેસુલ હળવદ, કે.ડી. બુસાની મહેસુલ ટંકારા, એચ.જી. મારવાણીયાની મહેસૂલ અને પુરવઠા માળિયા, વાય.પી. ગૌસ્વામીની સર્કલ ઑફિસર વાંકાનેર, બી.એમ. સોલંકીની સર્કલ ઓફિસર માળિયા, એસ.જે. ઠુમમરની મહેસુલ કલેકટર કચેરી, એસ.એમ. મેસરિયા ઇ ધરા મોરબી ગ્રામ્ય, જે.પી. પાલિયાની અપિલ કલેકટર કચેરી, એસ.આર.ગોહિલની પુરવઠા અને ઇ ધરા મોરબી શહેર તરીકે બદલી કરવામાં આવી છે.
મોરબી શહેરના એ.એસ. જાડેજાની ઇ ધરા વાંકાનેર, ડિઝાસ્ટર કલેકટર કચેરીના વી.આર.ઝાલરિયાની નાની બચત અને મનોરંજન કલેકટર કચેરી, ટંકારાના કે. એમ. રોયની મહેસૂલ ટંકારા, ટંકારાના આર.એલ. ઝાલાની પુરવઠા શાખામાં, વાંકાનેરના કે. આર. ઝાલાની ઈ ધરા મોરબી ગ્રામ્ય, એ.એમ. પાવરાની મહેસુલ મોરબીમાં બદલી કરાઈ છે.
હળવદના એસ.વી.ત્રામ્બડિયાની મહેસુલ મોરબી ગ્રામ્ય, મોરબી ગ્રામ્યના એસ.એ.ઝાલાની મધ્યાહન ભોજન યોજના વાંકાનેર, જી.એસ. જાડેજાની પુરવઠા મોરબી ગ્રામ્ય એન.એ.મહેતાની ઇ સેવા કલેકટર કચેરી, હળવદના જે.એમ.મેણીયાની મ.ત.ય. હળવદ, એ.જી. સુરાણીની મધ્યાહન ભોજન યોજના હળવદ, એ.આર.પટેલની ઇ ધરા હળવદ, પી.વી. ચાવડાની પુરવઠા હળવદ, ટંકારાના એચ.ટી.ગોહેલની મતદારયાદી ટંકારા, પી.એન. અજાણી ઇ ધરા ટંકારા, વાંકાનેરના સી.આર.પરમારની એટીવીટી મોરબી પ્રાંત કચેરી, યુ. એસ.વાળાની મધ્યાહન ભોજન યોજના ટંકારા, એચ.એમ. પરમારની સર્કલ ઓફિસર વાંકાનેર, મોરબી શહેરના એચ.એમ.કુંડારીયાની શિસ્તેદાર પ્રાંત હળવદ તરીકે બદલી કરાઈ છે.