કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ડેપ્યુટી ડીડીઓ અને નાયબ ચૂંટણી અધિકારીની બદલી

વાંકાનેર સિટી પીઆઇ સહિત મોરબી જિલ્લાના 7 પીઆઇની બદલી

મોરબી : ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે વધુ એક બઢતી-બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે 31 જીએએસ અધિકારીઓની બદલી કરી ત્રણ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે. આ બદલી હુકમ અન્વયે મોરબીના ડેપ્યુટી ડીડીઓ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની બદલી થઈ છે…

ગુજરાત સરકારે જીએએસ કેડરમાં બદલી-બઢતીના હુકમ કર્યા છે જે અંતર્ગત મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.ખાંભરાને જસદણ પ્રાંત અધિકારી તરીકે તેમજ ડેપ્યુટી ડીડીઓ એન.ડી.ફુગશિયાની તાપી જિલ્લામાં બદલી કરવામાં આવી છે…

વાંકાનેર સિટી પીઆઇ સહિત મોરબી જિલ્લાના 7 પીઆઇની બદલી
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 7 પીઆઈની અરસ પરસ બદલીના ઓર્ડર કરાયા છે. જેને પગલે જિલ્લા પોલીસમાં મોટા ફેરફાર આવ્યા છે. મોરબી સિટી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, મોરબી તાલુકા પીઆઇ એન.આર.મકવાણાની એસઓજીમાં, સાયબર ક્રાઇમના આર.એસ.પટેલની મોરબી સિટી એ ડિવિઝન, વાંકાનેર સિટી પીઆઇ એચ.વી.ઘેલાની ટ્રાફિક શાખા, ટ્રાફિક શાખાના કે.એમ.છાસિયાની ટંકારા, લિવ રિઝર્વમાં રહેલા આર.સી.ગોહિલની માળિયા મિયાણા અને એસ.કે.ચારેલને મોરબી તાલુકા મુકવામાં આવ્યા છે. જ્યારે કે.કે. દરબારને લિવ રિઝર્વ દરમિયાન સાયબર ક્રાઈમ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે એસ.કે.ચારેલને ટંકારા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!