18 નાયબ મામલતદાર અને 24 કલાર્કની બદલીઓ
એચ.એમ પરમારની વાંકાનેર સર્કલ, આર.એલ. ઝાલાની વાંકાનેર સર્કલ, જી.એસ. જાડેજાની મોરબી પ્રાંત, એમ. જે. પટેલની મોરબી પુરવઠામાં બદલી
મોરબી : મોરબી જિલ્લા કલેક્ટરે લાંબા સમય પછી સ્ટાફની બદલીનો ગંજીપો ચિપ્યો છે અને મોરબી જિલ્લામાં વર્ષોથી એક ને એક જગ્યાએ ચીપકી રહેલા નાયબ મામલતદાર- ક્લાર્કની બદલી કરવામાં આવી છે.જિલ્લા કલેક્ટરે, પુરવઠા, કલેક્ટર કચેરી, પ્રાંત અને મામલતદાર કચેરીના 18 નાયબ મામલતદાર અને 24 કલાર્કની અરસપરસ બદલીઓ કરી છે.
નાયબ મામલતદારોની બદલી જોઈએ તો તેમાં પી.એમ. નાયકપરાની ટંકારા સર્કલ, જે.વી. ખાખરીયાની મોરબી ગ્રામ્ય મધ્યાન ભોજન, ઓ.એન. જાડેજાની કલેકટર કચેરી અપીલ, આર.જી. રતનની કલેકટર કચેરી મહેસુલ, જે.પી. પાલિયાની કલેકટર કચેરી મેજિસ્ટ્રીયલ શાખા, એ.બી. રાઠોડની મોરબી મામલતદાર મતદાર, પી.એન..અજાણીની ટંકારા દબાણ, એસ.આર. ગોહિલની હળવદ પ્રાંત, કે. ડી. બુસાની
મોરબી ઇ ધરા,જે.સી. પટેલની ટંકારા ઇ ધરા,.વાઈ. પી. ગોસ્વામીની કલેકટર કચેરી ડિઝાસ્ટર, પી.બી. ત્રિવેદીની ટંકારા એટીવીટી, એચ.એસ. ડોડીયાની માળિયા, વી.પી. બારડની મોરબી પ્રાંત, એચ.એમ પરમારની વાંકાનેર સર્કલ, આર.એલ. ઝાલાની વાંકાનેર સર્કલ, જી.એસ. જાડેજાની મોરબી પ્રાંત, એમ. જે. પટેલની મોરબી પુરવઠામાં બદલી કરવામાં આવી છે.