વડોદરા ધકેલાયા
કોઈને પણ ન ગાંઠતા મહિલા અધિકારીને સરકારમાં પરત મોકલવા ઠરાવ કર્યા બાદ એક મહિનામાં બદલી
મોરબી: મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી સામે અનેકાનેક ફરિયાદોની સાથે તેમના જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ થાક્યા હોવાની સાથે જિલ્લા પંચાયતના સત્તાધિશોએ મુખ્ય આરોગ્ય અધિકારીને સરકારમાં પરત મોકલવા ઠરાવ કરતા અંતે ડો. કવિતા જે. દવેની સિંગલ ઓર્ડરથી બદલી કરી વડોદરા મુકવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે સામે અનેક ફરિયાદો આવવાની સાથે કોઈને પણ ન ગણકારતા હોવાની છાપ વચ્ચે તેઓને વતનમાં બદલી કરાવવી હોય આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ ત્રાસ આપતા હોય જેથી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ મુદ્દો ગાજયો હતો અને કોઈના ફોન ઉપાડતા ન હોય તેવી ઘણી ફરિયાદો હતી.
બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે પ્રમુખ, ઉપપ્રમુખને પણ ગણકારતા ન હોવાથી તેમને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો. જે બાદ મહિનાની અંદર જ ડો. કવિતા દવેની બદલીની કાર્યવાહી કરવામાં આવી છે.
હાલમા આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા ડો. કવિતા દવેની સિંગલ ઑર્ડરથી બદલી કરીને એસોસિએટ પ્રોફેસર કોમ્યુનિટી હેલ્થ રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન વડોદરા ખાતે બદલી કરી તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
